દેવદિવાળીએ સુમુલ ડેરીની પશુપાલકોને મોટી ભેટ

Featured Video Play Icon
Spread the love

દેવદિવાળીએ સુમુલ ડેરીની પશુપાલકોને મોટી ભેટ
સુરત અને તાપીના અઢી લાખ પશુપાલકોને મળશે લાભ
સુમુલના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દૂધના ખરીદ ભાવમાં વધારો
પ્રતિ કિલો ફેટે 50 રૂપિયાનો ઐતિહાસિક ભાવવધારો જાહેર કરાયો

દેવદિવાળીના પાવન અવસરે સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને સુમુલ ડેરીએ આપી મોટી ભેટ આપી હોય તેમ સુમુલના 75 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 50 રૂપિયાનો ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે.

દેવદિવાળીએ સુરત અને તાપીના પશુપાલકોને સુમુલ ડેરીએ ભેટ આપી હતી. સુમુલ ડેરીના ચેરમેન કાંતિભાઈ ગામિત અને વાઇસ ચેરમેન ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં મળેલી બોર્ડ બેઠકમાં ભાવવધારાને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગાયના દૂધનો ભાવ 900 રૂપિયાથી વધારી 950 રૂપિયા અને ભેંસના દૂધનો ભાવ 930થી વધારી 980 રૂપિયા પ્રતિ કિલો ફેટે કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને સીધો આર્થિક ફાયદો થશે. માર્ચ 2027 સુધીમાં પશુપાલકોને 70 કરોડ રૂપિયાથી વધુની વધારાની આવક થવાનો અંદાજ છે. ઘાસચારા અને પશુઆહારના સતત વધતા ખર્ચ વચ્ચે સુમુલનો આ નિર્ણય પશુપાલકો માટે દિવાળી બોનસ સમાન સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *