અરવલ્લી :યાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન શામળિયાના દર્શન કર્યા
નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરી પિતૃઓનું તર્પણ કર્યું
યાત્રાધામ શામળાજી ખાતે કાર્તિકી પૂર્ણિમા એ લખો શ્રદ્ધાળુઓ એ ભગવાન શામળિયા ના કર્યા દર્શન નાગધરા કુંડ માં સ્નાન કરી કરાયું પિતૃ તર્પણ
કાર્તિકી પૂર્ણિમા એટલે ભગવાન ની દિવાળી આ દિવસે અરવલ્લી જિલ્લા માં આવેલું અને ગુજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભરાયેલ કાર્તિકી પૂનમ ના મેળા માં લખો શ્રદ્ધાળુઓ ભગવાન દેવ ગદાદર શામળિયા ના દર્શન કરવા ઉમટી પડ્યા મંદિર ટ્રષ્ટ દ્વારા દર્શને આવતા યાત્રાળુઓ ને શ્રદ્ધા થી દર્શન કરી શકે તે માટે સુંદર આયોજન કરવા માં આવ્યું આ કાર્તિકી પૂનમ ના મેળા માં સમગ્ર ગુજરાત અને આસ પાસ ના પાડોશી રાજ્યો માંથી લાખો ની સંખ્યા માં યાત્રાળુઓ ઉમટી પડેછે ભગવાન શામળિયા ને દેવ દિવાળી ના દિવસે શોળે શણગાર થી સજવા માં આવેછે મંદિર પરિસર માં ભક્તો ની લાંબી લાંબી કતારો લાગી હતી અને સમગ્ર શામળાજી માં શ્રદ્ધા નું ઘોડાપુર છાલકાયેલું જોવા મળ્યું હતું
યાત્રાધામ શામળાજી તીર્થધામ ગણાય છે કાર્તિકી પૂર્ણિમા એ શામળાજી મેશ્વો નદી કિનારે આવેલ નાગધરો કુંડ માં સ્નાન નું ખાસ મહત્વ છે નાગધરો કુંડ બહાર સમગ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ ના હજારો શ્રદ્ધાળુઓ પિતૃઓ ના મોક્ષ માટે તર્પણ વિધિ કારાવેછે અને પિતૃઓ ના અસ્થિ નાગધરા કુંડ માં પધરાવે છે અહીં વર્ષો થી એવી માન્યતા રહેલી છે કે જેકોઈ માણસો ને ભૂત પ્રેત વળગાડ હોય તો આ તીર્થ માં આવેલ નાગધરા કુંડ માં સ્નાન કરવાથી વળગાડ દૂર થાય છે એ માન્યતા મુજબ હજારો ભક્તો એ નાગધરા કુંડ માં સ્નાન કર્યું હતું અને સ્નાન કરતી વખતે ધુણી ને વળગાડ દૂર થયા નો સંતોષ અનુભવે છે આમ યાત્રાધામ શામળાજી માં કાર્તિકી મેળા નું અનોખું મહત્વ રહેલું છે
