સુરતના ખાંડબજારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતના ખાંડબજારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
લાલગેટ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
2.65 લાખથી વધુનો દારૂ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો

સુરતના ખાંડબજાર વિસ્તારમાંથી લાલગેટ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સાથે બેને ઝડપી પાડી 2.65 લાખથી વધુના દારૂના જથ્થા સાથે 3 લાખથી વધુની  મત્તા કબ્જે કરી એકને વોન્ટેડ જાહે કરવામાં આવ્યો હતો.

સુરતની લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે રાજ મોદી અને વિજય મોદી પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 2.65 લાખથી વધુની કિંમતની 645 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો અને બે મોબાઇલ ફોન મળી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વિજયભાઈ મોદી અને કરણ પાનવાલાની ધરપકડ કરી હતી જ્યારે રાજ મોદી ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *