ધોળકાના સરગવાળામાં પોલીસ પર હુમલાનો મામલો
7 આરોપીઓના રિમાન્ડ મંજૂર
ધોળકાના સરગવાળામાં પોલીસ પર હુમલાના કેસમાં 7 આરોપીઓના રિમાન્ડ મંજૂર
ધોળકા તાલુકાના સરગવાળા ગામે ગેસ પાઇપલાઇનના વળતરની માંગને લઈને થયેલા વિરોધ દરમિયાન પોલીસ પર હુમલાની ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલમાં કોર્ટ દ્વારા સાતેય આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
