સુરતમાં 4થી 6 ડિસેમ્બર દરમિયાન રૂટ્ઝ 2026નું આયોજન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 4થી 6 ડિસેમ્બર દરમિયાન રૂટ્ઝ 2026નું આયોજન
જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શોમાં 130થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લેશે
200થી વધુ સ્ટોલ સાથે સુરતના જ્વેલરી ઉદ્યોગને વૈશ્વિક ઓળખ અપાવવાનો પ્રયાસ

સુરતના જ્વેલરી ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવા રૂટ્ઝ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 4થી 6 ડિસેમ્બર દરમિયાન સુરતના એસઆઈઈસીસી ખાતે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શોનું છઠ્ઠું સંસ્કરણ યોજાશે, જેમાં 130થી વધુ એક્ઝિબિટર્સ અને 200થી વધુ સ્ટોલ જોવા મળશે.

સુરતના જ્વેલરી ઉદ્યોગ આશાનુ કિરણ લઈને સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સુરત જવેલટેક ફાઉન્ડેશન આવ્યુ હોય તેમ રૂટ્ઝ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. 4થી 6 ડિસેમ્બર દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આ શો યોજાશે. શો દરમિયાન 130થી વધુ એક્ઝિબિટર્સ અને 200થી વધુ સ્ટોલ ભાગ લેશે. દેશભરમાંથી 4થી 5 હજાર મુલાકાતીઓ તેમજ દુબઈ, અમેરિકા અને હોંગકોંગ સહિતના દેશોમાંથી અંદાજે 100 આંતરરાષ્ટ્રીય ખરીદદારો આવવાની અપેક્ષા છે. આ પ્રદર્શનમાં ગોલ્ડ, ડાયમંડ, જેમસ્ટોન્સ ઉપરાંત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ મશીનરી અને નવી ટેક્નોલોજી પણ રજૂ કરાશે. ખાસ વાત એ છે કે ખરીદદારોને ઉત્પાદકો સાથે સીધો વેપારિક સંપર્ક કરવાની તક મળશે. આ ઉપરાંત એસજેએમએ 365 ગ્લોબલ કોન્નેટ અને વોવ માર્ક જેવી પહેલો દ્વારા સુરતના જ્વેલરી ઉત્પાદકોને વૈશ્વિક બજાર સાથે જોડવાનો પ્રયાસ કરાશે. રૂટ્ઝ 2026ના માધ્યમથી સુરતને આંતરરાષ્ટ્રીય જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે મજબૂત બનાવવાનો ઉદ્દેશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *