અરેઠનાં નૌગામા ગામે મહારક્ત દાન શિબિરનું આયોજન કરાયું
સાંજે ૪ થી ૮ વાગ્યે સુધી મહારક્ત દાન શિબિરનું આયોજન
તા.૨૯ મે ના રોજ અરેઠ તાલુકાનાં મોટા નૌગામા ગામે અંબામાંના મંદિરે સાંજે ૪ થી ૮ વાગ્યે સુધી મહારક્ત દાન શિબિરનું આયોજન કરાયું હતું
અરેઠનાં મોટા નૌગામા ગામે સમસ્ત નૌગામા ગામ પરિવાર ધ્વારા ” તમે પૈસાનું દાન કરશો તો કોઇને અન્ન આપી શકશો પણ તમે લોહીનું દાન કરશો તો કોઇને જીવન આપી શકશો ” એ હેતુંથી મહારક્ત દાન શિબિર નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તથા આજુબાજુના ગામના યુવાનો યુવતીઓ મહિલાઓ વડીલોએ ઉત્સાહભર સાઠ સહકાર આપ્યો હતો.શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલીનાં સહયોગથી મહારક્ત દાન શિબિર કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ૪૫ બોટલ બ્લડ એકત્રીટ થયું હતું અને હોસ્પિટલ ડોકટર સ્ટાફ ધ્વારા તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો….
