રાજકોટ સહિત રાજ્યમાં આજે TAT-HSની પરીક્ષા

Featured Video Play Icon
Spread the love

રાજકોટ સહિત રાજ્યમાં આજે TAT-HSની પરીક્ષા
રાજકોટની 57 સ્કૂલોમાં પરીક્ષા લેવામાં આવશે
કુલ 9,868 પરીક્ષાર્થી પરીક્ષા આપશે

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટીની મુખ્ય પરીક્ષા યોજાવા જઈ રહી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં પ્રિલિમિનરી કસોટીમાં ઉત્તીર્ણ થયેલા કુલ 51,971 ઉમેદવારો ભાગ લેશે.

રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા યોજાવા જઈ રહી છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની આ મુખ્ય પરીક્ષામાં કુલ 50,069 ઉમેદવારો નોંધાયેલા છે. રાજ્યના કુલ 279 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. TAT-HSની આ પરીક્ષા 21 વિષયોના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પાત્રતા નક્કી કરવા માટે લેવામાં આવી રહી છે. પરીક્ષા સવારે અને બપોરે એમ બે શિફ્ટમાં યોજાશે. મહત્વનું છે કે, ભારે વરસાદના કારણે અગાઉ બે વખત TAT-HSની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. હવે રાજ્યમાં વાતાવરણ સાનુકૂળ હોવાથી બોર્ડની SOP અનુસાર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા દ્વારા ભાષાકીય વિષયો, વિજ્ઞાન, વાણિજ્ય, સામાજિક વિજ્ઞાન સહિત કુલ 21 વિષયોના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પાત્રતા નક્કી કરવામાં આવશે. ભાષાકીય વિષયોમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતનો સમાવેશ થાય છે.

પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સંચાલકો, સુપરવાઈઝરો, ઓબ્ઝર્વરો અને સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવી છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને જરૂરી તાલીમ પણ આપવામાં આવી છે. રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે દ્વિ-સ્તરીય પરીક્ષા પદ્ધતિ અમલમાં છે. પ્રથમ તબક્કા તરીકે પ્રાથમિક પરીક્ષા 200 ગુણની હેતુલક્ષી પદ્ધતિથી લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ગુજરાતી માધ્યમના 1,60,182 ઉમેદવારો સહિત અન્ય માધ્યમના મળી કુલ 1,65,024 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી સમગ્ર રાજ્યમાંથી 1,47,520 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે 17,504 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *