સુરતના નાસીરનગર ગેરકાયદે ડિમોલિશન કેસમાં સર્વે

Featured Video Play Icon
Spread the love

સુરતના નાસીરનગર ગેરકાયદે ડિમોલિશન કેસમાં સર્વે
સમગ્ર મામલે હાઈકોર્ટે કડક વલણ બાદ પાલિકા અધિકારીઓ એક્શનમાં
મનપાના અધિકારીઓએ સ્થળ પર પહોંચી સર્વે હાથ ધર્યો

સુરતના નાસીરનગર ગેરકાયદે ડિમોલિશન મામલે આખરે મનપાની ટીમ એક્શનમાં આવી હોય તેમ બે મહિનાથી વધુ સમય બાદ આજે મનપાના અધિકારીઓએ સ્થળ પર પહોંચી સર્વે હાથ ધર્યો હતો.

સુરતના વેડરોડ પર નાસીરનગરમાં ગેરકાયદે ડિમોલિશન મામલે બે મહિનાથી વધુ સમય બાદ સુરત મનપાની ટીમ આજે સ્થળ પર પહોંચી અને મકાન ફાળવણી માટે જરૂરી સર્વે કર્યો હતો. ડિમોલિશનમાં જેમના પણ ઘર તૂટ્યા છે, તે તમામ ભોગ બનનાર લોકોને મકાન ફાળવવામાં આવશે. આ માટે મનપાના અધિકારીઓએ સ્થળ પર જઈ અસરગ્રસ્ત પરિવારોની વિગતો અને મકાન સંબંધિત જરૂરી માહિતી એકત્ર કરી છે. સમગ્ર મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવી ભોગ બનનારાઓને તાત્કાલિક ઘર આપવા આદેશ કર્યો હતો. હવે મનપાના સર્વે બાદ અસરગ્રસ્ત પરિવારોને મકાન ફાળવણીની પ્રક્રિયા આગળ વધશે. નાસીરનગરના ભોગ બનનારાઓને હવે ઘર ક્યારે મળશે અને મનપાની કાર્યવાહી કેટલી ઝડપથી પૂર્ણ થશે, તેના પર સૌની નજર છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *