સુરતના વરાછા વિસ્તારમાં આગ ફાટી નીકળી

Featured Video Play Icon
Spread the love

સુરતના વરાછા વિસ્તારમાં આગ ફાટી નીકળી
રામનગર નજીક વેસ્ટ અને કચરાના ઢગલામાં અચાનક ભીષણ આગ ફાટી
આગની જ્વાળાઓ ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી

સુરતના વરાછા વિસ્તારમાં રામનગર નજીક વેસ્ટ અને કચરાના ઢગલામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતના વરાછાના રામનગર વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. વેસ્ટના ઢગલામાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી અને મોટી જાનહાનિ ટળી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *