સુરત પુણામાં 14 વર્ષની સાવકી દીકરી પર બળાત્કાર
આઠ મહિનાથી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી
નરાધમ સાવકા પિતાને પુણા પોલીસે ઝડપી પાડ્યો
સુરતના પુણાગામ વિસ્તારમાં 14 વર્ષની સાવકી દીકરી પર આઠ મહિનાથી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર નરાધમ સાવકા પિતાને પુણા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરતના પુણાગામમાંથી સાવકા પિતાની હવસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત છે પુણાની દિવ્ય શક્તિ સોસાયટીની. પુણામાં રહેતા નરાધમ વિશાલ રાદડિયાએ પોતાની 14 વર્ષની સાવકી દીકરી સાથે છેલ્લા આઠ મહિનાથી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની માતાએ લગભગ 10 વર્ષ પહેલાં બીજા લગ્ન કર્યા હતા અને અગાઉના પતિથી થયેલી દીકરી સાથે વિશાલ રાદડિયા સાથે રહેતી હતી. બાળકીના પેટમાં દુખાવો થતાં તપાસ કરાવવામાં આવી, જેમાં તે સાત મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું અને સમગ્ર હકીકતનો ભાંડો ફૂટ્યો હતો. હાલ તો માતાએ પોતાના પતિ વિરૂદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક પોલીસે ગુનો નોંધી નરાધમ સાવકા પિતા વિશાલ રાદડિયાની ધરપકડ કરી બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
