સુરતમાં યુવકની હત્યા કેસમાં 2 ઝડપાયા
ઉધનામાં યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો હતો
યુવકનું હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
યુવકની લૂંટ કરી હત્યા કરવામાં આવી હતી
સુરતના ઉધના દક્ષેશ્વર પાસેથી બે દિવસ અગાઉ એક અજાણ્યાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જે મામલે પોલીસે તપાસ કરતા હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યા બાદ પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે.
સુરતમાં અસામાજિક તત્વો દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા છે ત્યારે ઉધનામાં ગત 11 જુનના રોજ એક યુવાનની શંકાસ્પદ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઉધના દક્ષેશ્વર પાસેથી યુવાનની ગંભીર ઈજાઓ સાથે મળેલી લાશ મામલે પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી જેમાં યુવાનની હત્યા કરાઈ હોવાનું પીએમ રીપોર્ટમાં સામે આવ્યા બાદ ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી અને મૃતક તથા સાદેહને કેફી પણુ પીવડાવ્યા બાદ મોબાઈલની લુંટ કરી હત્યા કરનાર પુનાચંદ્ર સાહુ અને બુલ્લુ સ્વાઈને ઝડપી પાડ્યા હતાં. તો ઝડપાયેલા આરોપીઓમાં પુનાચંદ્ર સાહુ રીઢો ગુનેગાર હોવાનુ પણ સામે આવ્યુ છે.