સુરતમાં ગજાના જથ્થા સાથે એક ઝડપાયો
યુપી વાસીને એલસીબી શાખા ઝોન એકની ટીમે ઝડપી પાડ્યો
99 હજારથી વધુની મત્તા 99 હજારથી વધુની મત્તા કબ્જે કરી
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત સારોલી પોલીસ મથક વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક યુપી વાસીને એલસીબી શાખા ઝોન એકની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા શહેરમાંથી નાર્કોટીક્સની પ્રવૃત્તિને સંપુર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ લાવી સુરતમાં વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા અપાયેલી સુચના મુજબ પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર ઝોન વન આલોક કુમાર ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી શાખા ઝોન એકની ટીમના માણસો અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરીસિંહ ભગવાનભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ આનંદ રાજેન્દ્રએ બાતમીના આધારે કુંભારીયા ગામ ઈશ્વરદર્શન સોસાયીટ પાસે વિકાસ લોજીસ્ટીક માર્કેટ પાછળથી ગાંજાનો 19 હજારનો જથ્થો તથા મોબાઈલ અને રીક્ષા મળી 99 હજારથી વધુની મત્તા સાથે મુળ યુપીનો અને હાલ ગોડાદરા ખાતે રહેતા વિક્રમકુમાર અર્જુન યાદવને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.