સુરતમાં 16.38 કરોડ લોન લેનાર મુખ્ય આરોપીની ધરપકડ
યાર્ન ટ્રેડિંગનો ધંધો ન કરતા હોવા છતાં બોગસ સ્ટોક સ્ટેટમેન્ટ બનાવી રજૂ કર્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે કરી ધરપકડ
બેંકમાંથી લોન લેવા માટે પોતાની પેઢીનો ધંધો ન હોવા છતા પેઢીનુ ધંધાનુ સ્થળ બોગસ દર્શાવી કોઇ ધંધો ન કરી બોગસ પેઢી ઉભી કરી લોન લેનાર ઠગો આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ધરપકડ કરી છે.
સુરત શહેર એક આર્થિક મહાનગર છે સુરત શહેરના વિકાસની સાથે સાથે સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાં લેભાગુ તત્વો બેંક તથા ફાઇનાનસ કંપનીઓ તેમજ વેપારીઓ સાથે છેતરપીંડી કરી આર્થિક ફાયદો મેળવવા હેતુથી કેટલાક ઠગ ઈસમો બોગસ દસ્તાવેજો બનાવી છેતરપીંડી કરતા હોવા સબંધે ઉંડાણપુર્વક તપાસ કરી ગુનાના મુળ સુધી પહોંચી આરોપીઓને પકડી પાડવા માટે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનાઓ દ્વારા સૂચના મળતાં તે અંગે ગંભીરતાને ધ્યાને લઇ અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ, મદદનીશ પોલીસ કમિશ્નર ઈકો સેલ નાઓની સુચના અને માર્ગદશન તથા પોલીસ ઈન્સ્પેક્ટર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહ્યા હતા ત્યારે ઈકોસેલમાં ફરીયાદી પ્રભાકર કાલીઅપ્પા નાડાર એ ફરિયાદ આપી હતી કે, આ કામના તમામ આરોપીઓ લોન લેનાર નાઓએ તથા તમિલનાડુ મર્કન્ટટાઇલ બેંક રીંગરોડ શાખા સુરતના બેંક મેનેજર આર. સુંદર તેમજ ગેરેન્ટર તેમજ વેલ્યુઅર નાઓએ એક-બીજાની મદદગારીથી લોન લેવાની પ્રોસેસ કરી તેમા ખોટા સ્ટોક બીલો રજુ કરી લોન મંજુર કરી તે લોનના રૂપિયા તેઓએ ધંધા માટેના લિધેલ હોય તેઓએ ખોટી ફર્મ ઉભી કરી ફર્મના નામે લોન લઇ તે તે મુજબનો કોઇ ધંધો નહી કરી મોર્ગેજમાં મુકેલ પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોવા છતા ઉંચી કિંમતના ખોટા વેલ્યુ રીપોર્ટ બનાવી તેને સાચા તરીકે રજુ કરી તે લોનના રૂપિયા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાંખી બેંકને 16 કરોડ 38નુ આર્થિક નુકશાન કર્યો હતો. આ મામલે ઈકો સેલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પી.એસ.આઈ. વાય.જી. ગીરનાર નાઓએની ટીમે કરોડોની ઠગાઈ આચરનાર અમરેલીના બગસરા ખાતે રહેતા અશોક કાળુભાઇ કાનપરીયાને બાતમીના આધારે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.