અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ
પાટણમાં ધારાસભ્ય ડો. કિરીટ પટેલની આગેવાનીમાં કેન્ડલ માર્ચ યોજાઈ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પાટણમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. શુક્રવારે સાંજે બગવાડા દરવાજા ખાતે યોજાયેલા કાર્યક્રમનું નેતૃત્વ પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે કર્યું હતું.
મદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પાટણમાં કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું જે કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકરો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ડો. કિરીટ પટેલે વિમાન દુર્ઘટનાને કમનસીબ ઘટના ગણાવી હતી. તેમણે મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમ દરમિયાન મૃતકોના પરિવારજનો માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ પરમાત્મા મૃતકોના પરિવારજનોને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી