ડીએનએ મેચ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે.
સ્વર્ગીય વિજય રૂપાણીના નિવાસસ્થાને સ્નેહીજનોની સાંત્વના.
અંજલિબેન-ઋષભને દુ:ખની ઘડીમાં સાથ આપવા નેતાઓ પહોંચ્યા.
ઋષિકેશ પટેલ, રૂપાલા, રામ મોકરીયા સહિતના પહોંચ્યા ગાંધીનગર.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદમાં ડીએનએ મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. આજે રાજકોટના વેપારીઓ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવશે. તો ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ આજે શિક્ષણ કાર્ય બંધ રાખશે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. આજે અથવા આવતીકાલે DNA ની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. શુક્રવારે PM-CM સહિતના નેતાઓએ વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં 200 બોટલ રક્ત એકત્ર થવાના અનુમાન છે. જ્યાં સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાઈ રહ્યા છે. રાજકોટમાં નિર્મલા રોડ પર આવેલ પ્રકાશ સોસાયટી ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળશે. હાલતો સ્વર્ગીય વિજય રૂપાણીના નિવાસ સ્થાને સ્નેહીજનોની સાંત્વના પહોંચી રહ્યા છે
રાજકોટ શહેર ભાજપ દ્વારા અંતિમ દર્શન અને અંતિમ યાત્રાને લઇ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જયારે પણ વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લાવવામાં આવશે ત્યારે રાજકોટના પ્રવેશદ્વાર સમા ગ્રીનલેન્ડ ચોકથી તેમના નિવાસ્થાન સુધી લાવતા સમયે મોટી સંખ્યામાં લોકો જોડાશે. ત્યારબાદ અંતિમ દર્શન રાખી અને બાદમાં અંતિમ યાત્રા નીકાળવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભા પણ રાખવામાં આવશે. આને લઇને તૈયારીઓ પણ શહેર ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઇને રેસકોર્સ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાશે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતથી ભાજપના નેતાઓ અને કાર્યકરો આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડ પર આવેલું કવિશ્રી રમેશ પારેખ રંગમંચમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. 2500 ખુરશી અને જર્મન ડોમ ઉભો કરવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી