સુરત સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ક્રિમીનલને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ક્રિમીનલને ઝડપી પાડ્યો
દુબઈમાં છુપાઈને બેઠેલા અને નેપાળ થઈને ભારતમાં પ્રવેશ્યો
સાયબર ક્રિમિનલ નિતિન ઉર્ફે કાનો પ્રભુ વડચકેને ઝડપ્યો

સુરત સાયબર ક્રાઇમ પોલીસે દુબઈમાં છુપાઈને બેઠેલા અને નેપાળ થઈને ભારતમાં પ્રવેશેલા સાયબર ક્રિમીનલને ઝડપી પાડ્યો હતો. લાખોના ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં સંડોવાયેલા આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડતા અનેક ખુલાસાઓ થશે તેમ લાગી રહ્યુ છે.

સુરત સાયબર ક્રાઇમ ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ માહિતીના આધારે છેલ્લા એક વર્ષથી દુબઈમાં છુપાઈને રહેતો દુબઈથી નેપાળ પહોંચ્યા બાદ બસ મારફતે દિલ્હી, ત્યારબાદ અમદાવાદ અને ત્યાંથી સુરત આવેલા સાયબર ક્રિમિનલ નિતિન ઉર્ફે કાનો પ્રભુ વડચકેને વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉથી ઝડપાયેલા બેંક મેનેજરના સંપર્કમાં રહી મની મ્યૂલ બેંક એકાઉન્ટ ખોલાવવાની કામગીરીમાં સંડોવાયેલો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. બેંક મેનેજરને કમિશન આપીને બેંક કીટ મેળવવામાં આવતી અને ત્યારબાદ ટેલિગ્રામ મારફતે સાયબર ગુનાહિત નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે.

આ કેસની નાણાકીય તપાસમાં કુલ 46 મની મ્યૂલ બેંક એકાઉન્ટ સામે આવ્યા છે. આ એકાઉન્ટ્સમાં કુલ 31 કરોડ 36 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. સંબંધિત એકાઉન્ટ અંગે દેશના વિવિધ રાજ્યોમાંથી એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 227 ફરિયાદો પણ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *