સુરતમાં મોડેલની કાર ચંપાવનાર પૂર્વ પ્રેમી મિતેષ જૈનની ધરપકડ
તનિશ જૈન અને સચ્ચુની ધરપકડ બાદ મિતેષને પણ દબોચ્યો
મોડલની પળેપળની ખબર રાખવા ગાડીમાં જીપીએસ લગાવ્યું હતું
સુરતના વેસુમાં ગેઈલ કોલોની નજીક ઘરના આંગણામાં પાર્ક મોડેલ યુવતીની મર્સિડીઝ કારને આગ ચાંપનાર બે યુવાનની વેસુ પોલીસે ધરપકડ કરી છે.મોડેલનો છેલ્લા કેટલાક સમયથી કાપડ વેપારી પરિણીત પ્રેમી મિતેષ જૈન સાથે માથાકૂટ ચાલી રહી છે અને તેના કહ્યાથી બંને તેના મિત્રોએ મોડેલની કારને આગ ચાંપી હતી.દરમિયાન, અલથાણ પોલીસે મિતેષ જૈનની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થર્તી વિગતો| મુજબ સુરતના વેસુ સ્થિત ગેઇલ કોલોની નજીક શ્રી ક્રિષ્ના સોસાયટીના શ્રી નિલકંઠ નિવાસમાં રહેતી મોડેલ આંચલ ગુલાબ પારસનાથ સિંહ (ઉ.વ. ૨૮) ગત મંગળવારે બનેવી સાથે પોતાની મર્સિડીઝ કાર નં. જીજે-૫ આરવાય-૩૭૬૩ ને વોશીંગ કરાવા અલથાણ ગઇ હતી. જયાંથી આઠ વાગ્યાના અરસામાં પરત આવી કાર પાર્ક કરી ઘરમાં ગઇ હતી. તે દરમિયાન સોસાયટીમાં રમી રહેલા છોકરાઓએ ગાડી મે આગ લગી હે, ગાડી મે આગ લગી હે..ની બુમાબુમ કરતા આંચલ બાલકનીમાં આવી જોતા તેણીએ પાર્ક કરેલી પોતાની કાર સળગી રહી હતી. જેથી તુરંત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ દોડી ગઈ હતી. આગ લાગવાથી કારનું છાપરૂ, આગળનો કાચ, બોનેટ અને એન્જિન સાઈડનો ભાગ સળગી જતા અંદાજે રૂ. ૧ લાખથી વધુનું નુકશાન થયું હતું. આગ કઇ રીતે લાગી તેના માટે ઘરની બહારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં ગ્રે કલરનો શર્ટ, મોઢા ઉપર રૂમાલ અને માથા ઉપર શાળા-ટોપી પહેરેલો યુવાન બોટલમાં લઈને આવેલા જવલનશીલ પદાર્થ નાંખી જણા | સળગાવતા નજરે પડયો હતો. જેથી કાર માધ્ય સળગાવનાર અજાણ્યા વિરૂધ્ધ આંચલે વેસુ જયા= પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી વેસુ પોલીસે આ બનાવમાં દલાલીકામ કરતા સચ્યુ રામઅવતાર રાય (ઉ.વ.૩૨, રહે.બી-૮૪, આશાનગર-૧, ઉધના, સુરત ) અને વેપારી તનીશ સુશાંતભાઈ જૈન ( ઉ.વ.૨૪, રહે. ઘર નં. ૩૦૧, હેપ્પિ હોમ કોમ્પ્લેક્ષ, સરગમ કોમ્પ્લેક્ષની બાજુમાં, ઉમરા, સુરત) ની ધરપકડ કરી હતી. બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આંચલની છેલ્લા કેટલાક સમયથી કાપડ વેપારી પરિણીત પ્રેમી મિતેષ જૈન સાથે માથાકૂટ ચાલી રહી છે. આથી તેના કહ્યાથી બંનેએ તેની કારને આગ ચાંપી હતી.દરમિયાન, અલથાણ પોલીસે મિતેષ જૈનની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે