ગારિયાધાર ખાતે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જીતી
ભાજપ દ્વારા વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
વિકાસના કાર્યોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
ગારિયાધાર ખાતે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે આ જીતને ઉજવવા માટે ભાજપ દ્વારા વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા
વિજય યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ભારે જનસમુદાય જોવા મળ્યો હતો ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા ડી.જે.સાથે ઉજવણી કરવામાં આવી હતી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ જીતને જનતાનો વિશ્વાસ ગણાવ્યો અને વિકાસના કાર્યોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે આ વિજય ગારિયાધારના લોકોની આશાઓ અને અપેક્ષાઓનું પ્રતિબિંબ છે આ વિજય યાત્રાએ શહેરમાં ઉત્સાહ અને રાજકીય ચેતનાને વધુ મજબૂત બનાવતી જોવા મળી હતી
