આણંદના વલ્લભવિદ્યાનગરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા

Featured Video Play Icon
Spread the love

આણંદના વલ્લભવિદ્યાનગરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યાત્રાને લીલી ઝંડી આપી
યાત્રા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રધ્વજને ઘરે લઇ જજો

સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત આણંદ શહેરમાં ભવ્ય જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી

આ તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો અને ખાસ કરીને યુવા પેઢીમાં દેશભક્તિ અને શહીદો પ્રત્યે આદરની ભાવના વધુ સુદ્રઢ કરવાનો છે, હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે સમગ્ર આણંદ શહેર ‘ભારત માતા કી જય’ અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું અને કહ્યું હતું યાત્રા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રધ્વજને ઘરે લઇ જજો

આ ભવ્ય તિરંગા યાત્રા વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી શરૂ થઈને આણંદ ટાઉન હોલ સુધી પહોંચી હતી, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલીમાં હજારો વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં આણંદના નાગરિકો જોડાયા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *