સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના
વ્યક્તિગત અદાવતને લઈને હુમલો કરવાની તૈયારી
શખ્સોને પોલીસે સમયસર દબોચી લીધા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે, જ્યાં ગોડાદરા વિસ્તારમાં વ્યક્તિગત અદાવતને લઈને હુમલો કરવાની તૈયારીમાં આવેલા શખ્સોને પોલીસે સમયસર દબોચી લીધા છે.

મળતી માહિતી મુજબ, ઉછીના લીધેલા માત્ર એક હજાર રૂપિયા પરત ન આપવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. ફરિયાદી સચિન ચૌધરી અને આરોપી કનૈયા વિશ્વકર્મા વચ્ચે બોલાચાલી બાદ મામલો એટલો ઉગ્ર બન્યો કે આરોપીઓએ હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી. પરંતુ, ગોડાદરા પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી મોટી ઘટના ટળી ગઈ. સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ છ આરોપીઓને હથિયારો સાથે ઝડપ્યા છે. પકડાયેલા આરોપીઓમાં મનિષ ઉર્ફે કાલિયા, પ્રિયેશ ઉર્ફે સાહુલ, દીપક યાદવ, અમિત ઉર્ફે બિડી, પ્રકાશ ઉર્ફે વિક્કી અને અભિષેક ઉર્ફે બચ્ચીનો સમાવેશ થાય છે, સાથે જ એક કિશોરને પણ અટકાયત કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે, જેના કારણે આ કેસને વધુ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર કનૈયા વિશ્વકર્મા હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વહેલી તકે તેને ઝડપી પાડવાની ખાતરી વ્યક્ત કરી છે. સુરત પોલીસની આ કામગીરીએ એક સંભવિત ગંભીર ગુનાને અટકાવી શહેરમાં સુરક્ષાની લાગણી મજબૂત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *