કામરેજમાં 13મી માલધારી સંસદ યોજાઈ
ગૌચર બચાવો, દૂધના ભાવ,સહિત વિવિધ મુદ્દે ચર્ચા
ખેડૂતોના પાકને નુકસાન થતા પાલ આંબલીયાએ સરકાર પર સાધ્યું નિશાન
માલધારી સમાજના વિવિધ પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે માટે સુરત જિલ્લાના કામરેજ ગામ ખાતે માલધારી સમાજની ૧૩ મી સંસદ માલધારી સમાજના આગેવાન લાલજી દેસાઈ ની આગેવાનીમાં મળી હતી.બહોળી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા.
સુરત જિલ્લાના કામરેજ ગામ ખાતે માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા 13મી માલધારી સંસદ મળી હતી.માલધારી સમાજના આગેવાન લાલજી દેસાઈ અને પાલ આંબલીયાની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં ગુજરાતમાં થતા માલધારીઓને થતા અન્યાય બાબતે અવાજ ઉઠાવામાં આવે,સરકાર સામે લડત આપવી અને ન્યાય મળે,સમાજ માંથી કુરિવાજો દૂર થાય, લગ્ન પ્રસંગ,અશુભ પ્રસંગમાં ખોટા ખર્ચાઓ બંધ કરવામાં આવે. ગૌચર ને બચાવવા માટે આંદોલન,દુધના ભાવના પ્રશ્નો,માલઢોરને સાચવા માટે સરકાર વાડાઓ ફાળવે,સમાજમાં શિક્ષણ વધે,રબારી,ભરવાડ, આહીર,ગઢવી સમાજ સંપી ને રહે સાથે રહે અને સંગઠિત થાય તેમજ છેવાડા ગામના માલધારી સમાજના દરેક પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે માટે આ માલધારી સંસદ યોજવામાં આવી રહી છે.આયોજિત આ માલધારી સંસદમાં બહોળી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા.