રત્ન કલાકારો મજૂરીના ભાવ વધારા મામલે સજ્જડ હડતાલ પર ઉતર્યા
ભાગ વધારો કરવામાં ન આવે ત્યાં સુધી મજુરી કામથી અળગા
ભાવનગર થરાદમાં ઘોઘા જકાતનાકા વિસ્તાર અને તળાજા જગાતનાકા વિસ્તારમાં આવેલ હીરાના કારખાનાઓમાં પ્રશ્ન કલાકાર તરીકે મજૂરી કરતા ભારતના કલાકારોએ મજૂરીના ભાવ વધારા મામલે વીજળીક હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી મજૂરીના ભાવમાં વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી મજૂરી કામ બંધ રાખવાની જાહેરાત કરી છે.
ભાવનગર શહેર જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને રોજગારી ઉપલબ્ધ કરાવતા ઉદ્યોગો પૈકી એક અને મહત્વપૂર્ણ ઉદ્યોગમાં હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદિરો માહોલ ચાલી રહ્યો છે અને આ ઉદ્યોગ ભાવનગરમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો ની સ્થિતિ પણ અત્યંત કફોડી બની છે ક્યારે હીરા ઘસવાના ભાવની મજૂરીમાં વધારો કરવાની માંગ સાથે સેંકડો રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી મજૂરીના ભાવમાં વધારો કરવામાં ન આવે ત્યાં સુધી હીરા ઘસવાની કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી છે હાલમાં માત્ર ઘોઘા જકાતનાકા અને તળાજા જકાતનાકા વિસ્તારમાં આવેલા હીરાના કારખાના ઓનાં રત્નકલાકારો જ જોડાયા છે આવતીકાલથી સમગ્ર શહેરભરમાં ચાલતા રત્ન કલાકારો આ આંદોલન સાથે જોડાઈ એવી સંભાવના છે..
