સુરતની સલાબતપુરા પોલીસે ઠગ કાપડ દલાલને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની સલાબતપુરા પોલીસે ઠગ કાપડ દલાલને ઝડપ્યો
એક વર્ષથી લાખોની ઠગાઈના ગુનામાં નાસતા ફરતા ઠગ
વોન્ટેડ અમિત બલરાજ ગુપ્તાને મુંબઈથી ઝડપ્યો

સુરતની સલાબતપુરા પોલીસે એક વર્ષથી લાખોની ઠગાઈના ગુનામાં નાસતા ફરતા ઠગ કાપડ દલાલને મુંબઈથી ઝડપી પાડી સુરત લાવી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતમાં કાપડ માર્કેટમાં વારંવાર ઠગાઈના બનાવો બની રહ્યા હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસ મથકોમાં સ્પેશિયલ ટીમો બનાવી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુચના અપાઈ હોય જેને લઈ સલાબતપુરા પોલીસ દ્વારા પણ એક સ્પેશીયલ ટીમ બનાવી હતી જે ટીમ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી તે સમયે બાતમીના આધારે સલાબતપુરા પોલીસ મથકમાં એક વર્ષથી 54 લાખથી વધુના ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારી સાથે ઠગાઈ આચરવાના ગુનામાં વોન્ટેડ અમિત બલરાજ ગુપ્તાને મુંબઈથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *