સુરત જિલ્લામાં ફરી કમોસમી વરસાદની આગાહી
ઓલપાડમાં વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો ચિંતિત
ઓલપાડ તાલુકા સહીત સુરત જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો ચિંતિત છે.
મે મહિનાના હવામાન વિભાગ દ્વારા અવાર નવાર વરસાદની આગાહી આપવામાં આવી રહી છે ત્યારે છેલ્લા કેટલાય દિવસ થી કેટલાક વિસ્તાર માં વરસાદ વરસ્યો હતો અને હજી પણ કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ઓલપાડ તાલુકામાં દિવસ દરમ્યાન આકાશમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો વાદળ છાયા વાતાવરણ ને લઇ શાકભાજી સહીતના પાકોમાં જીવાત નો ઉપદ્રવ રહેતો હોય છે તો બીજી તરફ ખેડૂતો ઉનાળુ ડાંગરનો કાપણી કરી રહ્યા છે ત્યારે કમોસમી વરસાદ થી ચિંતિત છે.તો બીજી તરફ ઉનાળાની ગરમી નો પાળો ઉંચે જતા બફાળા થી લોકો રેબઝેબ થઈ રહ્યાં છે.ત્યારે આજે વહેલી સવારથી ઓલપાડ તાલુકા સહીત જિલ્લા માં વાતાવરણ માં પલટો આવ્યો હોય તેમ વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું….