સુરતની ઉત્રાણ પોલીસે બાળ કિશોર સહિત બે આરોપીઓને ઝડપ્યા
જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા હતા આરોપી
વિરમ ભનુભાઈ સભાડ ભરવાડ અને એક બાળ કિશોરને ઝડપ્યો
સુરતની ઉત્રાણ પોલીસે જીવલેણ હુમલો કરી નાસી છુટેલા બાળ કિશોર સહિત બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર જાલા અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ની સુચનને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો ઈન્દ્રજિતસિંહ તથા અપોકો મેહુલભાઈને મળેલી બાતમીના આધારે ઉત્રાણ પોલીસ મથકની હદમાં યુવાન પર જીવલેણ હુમલો કરી નાસી છુટેલા આરોપી એવા અંત્રોલીગામના વિરમ ભનુભાઈ સભાડ ભરવાડ અને એક બાળ કિશોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
