પાંડેસરામાં ડીજે વગાડવા બાબતે બબાલ, બે યુવકો પર ચપ્પુથી હુમલો

Featured Video Play Icon
Spread the love

પાંડેસરામાં ડીજે વગાડવા બાબતે બબાલ, બે યુવકો પર ચપ્પુથી હુમલો
પાંડેસરાની પાણીની ટાંકી વિસ્તારમાં બે યુવકો પર જીવલેણ હુમલો
ડીજે વગાડવા બાબતે બોલાચાલી બાદ બે યુવકો પર ચપ્પુથી હુમલો

સુરતના પાંડેસરા વિસ્તારમાં ડીજે વગાડવાની બાબતે બબાલ થતાં બે યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પાણીની ટાંકી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં વિનીત અને કાર્તિક નામના બે યુવકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા હતાં.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચપ્પુ વડે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. વાત એમ છે કે પાંડેસરાના પાણીની ટાંકી વિસ્તારમાં ડીજે વગાડવાની બાબતે થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં વિનીત અને કાર્તિક નામના બે યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બંને યુવકો ડીજેનું કામ કરે છે અને પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હુમલામાં વિનીતને પીઠ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે, જ્યારે કાર્તિકને છાતીના ભાગે ઈજા થઈ છે. ઘટના બાદ બંને યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે અને હુમલાનું ચોક્કસ કારણ તથા આરોપીઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *