સુરતના લિંબાયતમાં ક્રેન પલટી,

Featured Video Play Icon
Spread the love

સુરતના લિંબાયતમાં ક્રેન પલટી,
પ્રભુનગર વિસ્તારમાં અફરાતફરી
એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે ક્રેન પલટી,
લિંબાયતના પ્રભુનગરમાં અચાનક ક્રેનનું સંતુલન ખોરવાયું

સુરતના લિંબાયતના પ્રભુનગર વિસ્તારમાં ક્રેન પલટી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે અચાનક ક્રેનનું સંતુલન ખોરવાયું અને ધડાકાભેર ક્રેન પલટી ગઈ હતી.

સુરતના લિંબાયતના પ્રભુનગર વિસ્તારમાં એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મશીન ચઢાવવાની કામગીરી દરમિયાન અચાનક ક્રેનનું સંતુલન ખોરવાયું હતું અને જોતજોતામાં ક્રેન ધડાકાભેર પલટી મારી ગઈ હતી. ક્રેન પલટી મારતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધડાકાનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. સદનસીબે મોટી જાનહાનિ થઈ કે નહીં તે અંગેની વિગતો સામે આવવાની બાકી છે, પરંતુ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *