સુરતમાં ચોમાસામાં રોગચાળાએ માથુ ઉંચક્યુ
પાંડેસરામાં બે વર્ષીય બાળકનુ ઝાડા ઉલ્ટી બાદ મોત
બાળકનુ મોત નિપજતા પરિવારજનો શોકમાં ગરકાવ
સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાએ માથુ ઉંચક્યુ હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં બે વર્ષીય બાળકનુ ઝાડા ઉલ્ટી બાદ મોત નિપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.
સુરતમાં ચોમાસાની સાથે જ રોગચાળો ફેલાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના શહેરમાં રોગચાળાથી વધુ એક બાળકનો ભોગ લીધો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જય અંબે સોસાયટીમાં રહેતા રામજીતરામ નારાયણ એક મહિના પહેલા જ વતનથી સુરત રોજગાર માટે આવ્યો હતો જેના બે વર્ષીય બાળકને અછાનક ઝાડા ઉલટી થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનુ હોસ્પિટલના બિછાને જ મોત નિપજ્યુ હતું. બાળકનુ અચાનક ઝાડા ઉલ્ટી થયા બાદ મોત નિપજતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. તો બાળકના મોતને લઈ હાલ તો પી.એમ.ની કાર્યવાહી હાથ ધરાઈ હતી.