રાંદેર ખાતે ત્રિવિધ સમાજ ની 67 દીકરીઓના શાહી સમૂહ લગ્ન યોજાયા
નાયબ મુખ્યમંત્રીએ દાતા રણછોડભાઈને સોનાની પાઘડી પહેરાવી
સુરત શહેરના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત ૯માં સમૂહ લગ્નોત્સવે આજે ઇતિહાસ સર્જ્યો છે. અત્યંત શાહી અંદાજમાં યોજાયેલા આ મંગલ પ્રસંગે ૬૭ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
આ પ્રસંગની સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી કે, સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવનાર મુખ્ય દાતા રણછોડભાઈ ભડિયાદ્રા (ઉર્ફે દાજી) એ આ જ મંડપમાં પોતાની બે દીકરીઓને પણ પરણાવીને સમાજને ‘સમાનતા’નો અનોખો સંદેશ આપ્યો હતો.દીકરીઓને કરિયાવરમાં ૭૫ વસ્તુઓની ભેટ આ ‘શાહી’ સમૂહ લગ્નમાં દરેક દીકરીને ઘરવખરીની ૭૫ જેટલી વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. દીકરીઓ પ્રત્યેના આ અસીમ પ્રેમ અને દાતા રણછોડભાઈની ઉદારતાની ઉપસ્થિત સૌ કોઈએ સરાહના કરી હતી. મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે રણછોડભાઈ ભડિયાદ્રાના સેવાકીય કાર્યની મુક્તકંઠે પ્રશંસા કરી તેમને ‘સોનાની પાઘડી’ પહેરાવી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, સુરત જિલ્લાના ધારાસભ્યો, મંત્રીઓ અને ભરવાડ સમાજના સાધુ-સંતો તેમજ રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ૧૫૦૦ સ્વયંસેવકોના સહયોગથી કાર્યક્રમ સફળ હજારોની સંખ્યામાં ઉમટી પડેલા માનવ મહેરામણને સંભાળવા માટે ૧૫૦૦ થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા. શિસ્તબદ્ધ આયોજન અને શાહી ઠાઠને કારણે આ સમૂહ લગ્ન આખા દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
