કિમ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
15 જેટલા મુસાફરો ઘવાતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા
કિમ નજીક બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઘવાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં.
વડોદરાની લક્ઝરી બસમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ સેલવાસ ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે કિમ પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા જેથી તાત્કાલિક તમામને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. લક્ઝરી બસમાં 35 જેટલા મુસાફરો હતા જેઓને અકસ્માતમાં ઈજાઓ થતા સારવાર અપાઈ હતી.
