માંડવી તાલુકાની જીવાદોરી સમાન આમલી ડેમ
આમલી ડેમનું રૂલ લેવલ મેઇન્ટેન કરવા ડેમના સાત દરવાજા ખોલ્યા
માંડવી તાલુકાની જીવાદોરી સમાન આમલી ડેમનું રૂલ લેવલ મેઇન્ટેન કરવા માટે આંમલી ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા.
માંડવી તાલુકાની જીવાદોરી સમાન આમલી ડેમમાં રૂલલેવલ મેઇન્ટેન કરવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. આજરોજ સવારે 11:00 કલાકથી ડેમમાં 7500 ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે. તેની સામે રૂલ લેવલ મેઈનટેન કરવા માટે 8500 ક્યુસેક્સ છોડવામાં આવી રહ્યું છે આમલી ડેમની કુલ સપાટી 115.80 મીટર છે અને ચાલુ મહિનાનું રૂલ લેવલ 113.00 મીટર છે આ રૂલ લેવલ મેઇન્ટેન કરવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે ડેમની હાલની સપાટી 112.70.છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થતા 8500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે નીચાણના વિસ્તારના 15 ગામોને જરૂર સૂચના આપવામાં આવી છે અને સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવેલ છે તેમજ માછીમારી તથા અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી કે.એચ. ચૌધરી તથા મદદનીશ ઈજનેર એસ.એ.ચૌધરી દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે..
