હવામાન વિભાગના રેડ એલર્ટ જાહેર થતા સતર્ક
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી
કામરેજ વિધાનસભાનું કર્મયોગ કાર્યાલય આખી રાત કાર્યરત રહેશે
હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી હતી સાથે કામરેજ સ્થિત કર્મયોગ કાર્યાલય આખી રાત ખુલ્લું રહેશે અને ઈમરજન્સીમાં તાત્કાલિક સંપર્ક કરવા પણ પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ હતું. આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ નાગરિકોને સાવચેત રહેવા અને જરૂર પડ્યે તાત્કાલિક મદદ મેળવવા અપીલ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતુ કે તેમનું કામરેજ વિધાનસભાનું કર્મયોગ કાર્યાલય આખી રાત કાર્યરત રહેશે. શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવા, ઇમરજન્સી અથવા અન્ય કોઈ મુશ્કેલી સર્જાય તો લોકો તરત જ સંપર્ક કરી શકે છે. સાથે જ તેમણે તમામ કાર્યકર્તાઓને પોતાના વિસ્તારમાં સક્રિય રહી જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા અને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને રાહત કામગીરીમાં સહભાગી થવા પણ અપીલ કરી છે.
