સલાબતપુરા પોલીસની મોટી સફળતા: રાજસ્થાનથી ઠગ પકડાયા

Featured Video Play Icon
Spread the love

સલાબતપુરા પોલીસની મોટી સફળતા: રાજસ્થાનથી ઠગ પકડાયા
કાપડ વેપારી સાથે લાખોની ઠગાઈ કરનાર રીઢા આરોપીઓ ઝડપાયા
2 મહિનાથી નાસતા ફરતા ઠગોને જયપુરથી પકડી સુરત લવાયા
ટેક્સટાઈલ માર્કેટમાં ઠગાઈ આચરનાર આરોપીઓની ધરપકડ

સુરતના ટેક્ષ્ટાઈલ માર્કેટના વેપારી સાથે લાખોની ઠગાઈ આચરવાના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા રીઢાઓને સલાબતપુરા પોલીસે રાજસ્થાનના જયપુર ખાતે જઈ ત્યાંથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી.

સુરતના કાપડ માર્કેટમાં રોજેરોજ ઠગાઈના બનાવો સામે આવે છે. ત્યારે સુરતના રીંગરોડની કાપડ માર્કટના વેપારી સાથે લાખોની ઠગાઈ આચરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં. સલાબતપુરા પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે રાજસ્થાનના જયપુર ખાતે જઈ ત્યાંથી કાપડ વેપારી સાથે આચરાયેલ 21 લાખ 86 હજારથી વધુની ઠગાઈના ગુનામાં નાસતા ફરતા ઠગો જેમાં દિનેશકુમાર સીયારામ શર્મા અને મુકેશકુમાર સીયારામ શર્માને ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *