સુરતમાં લિંબાયત પોલીસની મોટી સફળતા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લિંબાયત પોલીસની મોટી સફળતા
બંધ મકાનોને નિશાન બનાવતી ચોર ટોળકી ઝડપાઈ
વરસાદી પાણી ભરાતા ઘર ખાલી કરી ગયેલા લોકોના મકાનમાં ચોરી કરનારા રીઢા ચોરો પકડાયા
પાણી ભરાવાના કારણે બંધ થયેલા મકાનોમાં ચોરોએ કર્યો હતો હાથફેરો

સુરતના લિંબાયત વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને લઈ ઘર ખાલી કરી ગયેલાઓના મકાનોને નિશાન બનાવી હાથફેરો કરનાર રીઢા ચોરોને લિંબાયત પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતના લિંબાયત પોલીસ મથકની હદમાં આશરે દોઢ મહિના પહેલા કમરૂનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક મકાનોમાં પાણી ભરાઈ જતાં લોકો ઘર છોડીને બહાર ગયા હતા. આ પરિસ્થિતિનો લાભ લઈ આરોપીઓએ બંધ મકાનને નિશાન બનાવી ઘરમાંથી દાગીના સહિતની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓ મોબાઈન ઉર્ફે મોઈન કાલીયા ખાન અને હબીબખાન ઉર્ફે અબુ કાલીયા ખાનને 100 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ઝડપી પાડી તેઓ પાસેથી દાગીના સહિત 1.9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *