સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી દ્વારા કરવામાં આવી.
સુરતના 2400થી વધુ વેપારીઓ અને વિવિધ વેપારી-સામાજિક સંસ્થાઓ જોડાયા છે.
ગ્રાહકોને 5%થી લઈને 76% સુધીની ખાસ છૂટ (ડિસ્કાઉન્ટ) મળશે
ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીની માહિતી
3 લાખથી વધુ લોકોને મળશે આર્થિક લાભ હોસ્પિટલની ઓપીડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતવાસીઓને ખાસ ઓફરની ભેટ મળવાની હોય તેમ 17 સપ્ટેમ્બરે સુરતના 2400થી વધુ વેપારીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા 5 ટકાથી લઈને 76 ટકા સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. જે અંગે સુરત પશ્ચિમના ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદીએ માહિતી આપી હતી.
આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનોખી રીતે ઉજવવા સુરત પશ્ચિમ ભાજપ પરિવાર દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીની અપીલ બાદ શહેરના વિવિધ વેપારીઓ અને સંસ્થાઓ દ્વારા ગ્રાહકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરવામાં આવી છે. આ આયોજનનો લાભ ત્રણ લાખથી વધુ લોકો લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષે પણ 2.75 લાખથી વધુ લોકોએ વિવિધ ડિસ્કાઉન્ટનો લાભ લીધો હતો. સુરતની 50થી વધુ હોસ્પિટલોમાં સારવાર અને વિવિધ સેવાઓમાં રાહત આપવામાં આવશે. હોસ્પિટલની ઓપીડી સેવાઓમાં 10થી 100 ટકા સુધીની રાહત, જ્યારે પેથોલોજી લેબના રિપોર્ટમાં 10 થી 30 ટકા અને મેડિસિનમાં 10થી 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 50થી વધુ ક્લિનિક, 200થી વધુ મેડિકલ સ્ટોર તથા 60થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ પણ આ ઓફરમાં જોડાયા છે. હોટલ-રેસ્ટોરન્ટમાં 10થી 20 ટકા સુધીની રાહત મળશે. સુપર સ્ટોર, ફૂડ કોર્નર, હેર સલૂન, બેકરી, ડેરી, મીઠાઈ-નમકીન, ગારમેન્ટ, શાકભાજી અને ફ્લોર મિલ સહિતના વેપારીઓ દ્વારા પણ ગ્રાહકોને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વડાપ્રધાનના જન્મદિવસે વધુમાં વધુ સુરતવાસીઓ આ વિશેષ ઓફરનો લાભ લે તેવી સુરત પશ્ચિમ ભાજપ પરિવાર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
