અરવલ્લી જિલ્લામાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત
મેઘરજના રેલ્લાવાડા ગામની સીમમાં આશાસ્પદ યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
મહુડાના ઝાડ સાથે ધોળા દિવસે લટકતી લાશ મળતા ચકચાર
યુવકની લાશ જોતાં હત્યાં કે આત્મહત્યા ને લઈ ઇસરી પોલીસે તપાસ હાથ ધરી.
અરવલ્લી જિલ્લામાં આશાસ્પદ યુવકોની લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત, ધોળાપણા ગામના 21 વર્ષીય યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી યુવકોની લાશો લટકતી હાલતમાં મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે એમાં પણ ગળે ફાંસો ખાધેલી હાલત મૃત દેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે મેઘરજ તાલુકામાં રેલ્લાવાડા મેઘરજ રોડ પર આવેલ ધોરાપાણા ગામ પાસે નજીકમાં રોડની બાજુમાં આવેલ વાઘા માં એક આશાસ્પદ યુવકની મહુડાના ઝાડ સાથે બપોરના સમયે લટકતી હાલતમાં લાશ મળી આવી હતી ઘટના ની જાણ થતા નજીકના આજુબાજુના ગામના લોકો જોવા માટે આવી પહોંચતા ઘટના સ્થળે ટોળાં ઉમટ્યા હતા. મૃતક યુવક ગઈ કાલે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો અને આજ રોજ ત્યાંથી ઘરે આવવા સવારે નીકળે હતો અને યુવકનો મૃતદેહ પોતાના વતનમાં મોહડાની ઝાડ નીચે ગળે ફાંસો ખાધેલી