અમદાવાદમાં મોસાળમાં ભગવાનના ભવ્ય મામેરાના દર્શન

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં મોસાળમાં ભગવાનના ભવ્ય મામેરાના દર્શન
સોના-ચાંદીના આભૂષણો, અવનવા વાઘા સહિત કિંમતી ચીજ વસ્તુઓ
યજમાને કહ્યું ભગવાનનું છે, તેમને જ અર્પણ કરવાનું છે

ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે ત્યારે રથયાત્રા પૂર્વેના પવિત્ર પ્રસંગોનો અમદાવાદમાં આરંભ થઈ ચૂક્યો છે. આજે રવિવારના રોજ, સરસપુર મોસાળ મંદિર ખાતે ભગવાન જગન્નાથને વાસણાના મનીષભાઈ ત્રિવેદીના યજમાન પરિવાર દ્વારા ભાવભેર મામેરું અર્પણ કરવામાં આવ્યું છે.

ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે ત્યારે રથયાત્રા પૂર્વે મોસાળમાં ભગવાનના ભવ્ય મામેરાના આ અલૌકિક દર્શન માટે સવારથી જ સરસપુર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, અને ભજન તથા ‘જય રણછોડ’ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સરસપુર મંદિરથી લઈને શારદાબેન ચાર રસ્તા સુધી દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી છે. ત્યારે યજમાન પરિવારે જણાવ્યું હતું કે, આવતીકાલે 23 જૂન, સોમવારના રોજ સવારે 7:30 વાગ્યાની આસપાસ આ મામેરું વાસણા અરિહંત સોસાયટી ખાતે લાવવામાં આવશે. ત્યાંથી સમગ્ર વાસણા વિસ્તારમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં 5000થી વધુ લોકો જોડાશે તેવી શક્યતા છે. આ શોભાયાત્રા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આગામી રથયાત્રાના ઉત્સાહને વધુ વેગ આપશે. વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીમાં રહેતા મનીષભાઈ ત્રિવેદી આ વર્ષે ભગવાનના મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમણે અત્યંત ભાવ અને શ્રદ્ધાથી ભગવાન માટે આ ભવ્ય મામેરું તૈયાર કર્યું છે. યજમાન પરિવારે આજે સરસપુર મંદિર ખાતે આ મામેરું અર્પણ કર્યું હતું

ભગવાન જગન્નાથજી માટે ખાસ ફૂલોની ડિઝાઇનના સુંદર ગુલાબી અને નેવી બ્લુ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોના-ચાંદીના અલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. અવનવી ડિઝાઇન સાથેના આ વાઘા અને દાગીના દર્શન માટે મૂકવામાં આવ્યા છે, જેને નિહાળવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મંદિરની બહાર પણ લોકો ભગવાનના ભજન ગાતા ગાતા દર્શનનો લહાવો લઈ રહ્યા હતા, જે ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ દર્શાવતો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *