હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

Featured Video Play Icon
Spread the love

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની સંભાવના

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આવતીકાલથી વરસાદના નવા રાઉન્ડની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં શનિવાર અને રવિવાર દરમિયાન સાર્વત્રિક વરસાદ પડાવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાવાઝોડા અને પવન સાથે રાજ્યના તમામ ખૂણે મેઘમહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના આ નવા રાઉન્ડથી રાજ્યના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે કારણ કે આ વરસાદ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. જોકે, 40 કિમીની ઝડપે ફૂંકાનારા પવન અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોના રહીશોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર, આવતીકાલથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસવાની પૂરી શક્યતા છે. આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે કલાકના 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને વાવાઝોડા સાથે વરસાદ પડાવાની વકી છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 70 ટકા જેટલો નોંધપાત્ર વરસાદ વરસાઈ ચૂક્યો છે, જેના કારણે જળાશયો અને નદીઓમાં નવા નીર આવ્યા છે. હવે શરૂ થઈ રહેલા નવા રાઉન્ડને કારણે રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં પણ વરસાદી ખાધ પૂરી થઈ જશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *