અમદાવાદમાં મોડી રાત સુધી પોલીસનું કોમ્બિંગ અને વાહન ચેકિંગ

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં મોડી રાત સુધી પોલીસનું કોમ્બિંગ અને વાહન ચેકિંગ
શહેરના 150 પોઇન્ટ નક્કી કરી સ્થાનિક પોલીસ સાથે સતત કાર્યવાહી
સર્વે કરીને 150 જેટલા હોટસ્પોટ શોધી કાઢવામાં આવ્યા

અમદાવાદમાં સમગ્ર શહેરમાં દારૂની મહેફિલો, ગેરકાયદે હથિયારો, હિસ્ટ્રીશીટરો, સ્ટંટ અને રેસિંગ કરતા નબીરાઓને ઝડપી પાડવા અને ગુનાહિત પવૃત્તિઓ પર અંકુશ મેળવવા સૌપથમવાર આ એક્શન પ્લાન અમલમાં મુકાયો છે.

અમદાવાદમાં ગુનેગારો પર અંકુશ મેળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ કમિશનરે મિડનાઈટ એકશન પ્લાન તૈયાર કર્યો છે.જેમાં દરેક પોલીસ સ્ટેશનના 25 જેટલા પોલીસકર્મીઓ દરરોજ રાત્રે પેટ્રોલિંગ, નાકાબંધી અને કોમ્બિંગ કરીને ગુનેગારો તેમજ અસામાંજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. શહેરમાં કુલ 49 પોલીસ સ્ટેશન આવેલા છે. ખાસ કરીને સિંધુભવન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, સૌ.જી. રોડ, નિકોલ સહિત સમગ્ર શહેરમાં દારૂની મહેફિલો, ગેરકાયદે હથિયારો, હિસ્ટ્રીશીટરો, સ્ટંટ અને રેસિંગ કરતા નબીરાઓને ઝડપી પાડવા અને ગુનાહિત પવૃત્તિઓ પર અંકુશ મેળવવા સૌપથમવાર આ એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તૈયાર કરેલા ખાસ મિડનાઈટ એક્શન પ્લાનના ભાગરૂપે 49 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં સર્વે કરીને 150 જેટલા હોટસ્પોટ શોધી કાઢવામાં આવ્યા છે.

હોટસ્પોટ પર પોલીસ રાતના 12 વાગ્યાથી લઈને મોડી રાત સુધી નાકાબંધી કરીને ચેકિંગ કરશે.આ ઉપરાંત,49 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ અને કોમ્બિગ કરશે.જેમાં દરેક પોલીસ સ્ટેશનમાંથી ૫ પેટ્રોલિંગ વાહનો અને 25 જેટલા પોલીસ અધિકારીથી લઇને કર્મચારીઓ આ ઓપરેશનમાં જોડાશે. નિકોલ, અમરાઇવાડી, ગોમતીપુરમાં ક્રાઇમ બ્રાન્ચની 200 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે મેગા કોમ્બિગ ઓપરેશન હાથ ધર્યું હતું,જેમાં ડ્રગ્સ પેડલર્સ, બુટલેગરો અને હિસ્ટ્રીશીટરોના ઘરો પર રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન નાર્કોટિક્સનો 1, આર્મ્સ એક્ટનો 1, પ્રોહિબિશનના 9, વાહન ડિટેઇન 18 સહિત 25 ગુનેગારો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *