સુરત સાયબર ક્રાઈમની ટીમે ગેંગના વધુ બે આરોપીઓઝારખંડથી ઝડપ્યા
એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી ઠગાઈ
બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાના નોંધાયેલા ગુના
એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાના નોંધાયેલા ગુનામાં સુરત સાયબર ક્રાઈમની ટીમે ગેંગના વધુ બે આરોપીઓને ઝારખંડથી ઝડપી પાડ્યા છે.
સુરત સહિત દેશભરમાં હાલ સાયબર ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરત સાયબર ક્રાઈમમાં નોંધાયેલી એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરિયાદ બાદ આ સાઇબર ગેંગ સામે સુરત સાઇબર ક્રાઈમની ટીમે લાલ આંખ કરી હતી અને સુરત સાઇબર ક્રાઈમની ટીમે ઝારખંડમાંથી વધુ બે આરોપીઓ ઝારખંડના ગિરિડીહ જિલ્લાના બેંગાબાદના બિસનપુર ગામના મુકેશકુમાર ભોલા મંડલ અને રૂપલાલ કે.આર. જાગેશ્વર મંડલને ઝડપી પાડ્યા હતાં. હાલ સમગ્ર મામલે સાયબર ક્રાઈમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
