સુરતના ભાઠા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો

Featured Video Play Icon
Spread the love

સુરતના ભાઠા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો
ખાડી રોડ વિસ્તારમાં દરોડો પાડી લાખોનો દારૂ ઝડપાયો
દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરો ઝડપાયા
એસએમસીની કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ

સુરતના ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં ભાઠા ગામમાં ખાડી રોડ વિસ્તારમાં સ્સેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડા પાડી લાખોના દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુરતના ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં ભાઠા ગામ ખાડી રોડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના અડ્ડા પર દરોડા પડાયા હતાં. વિજીલન્સની ટીમે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં પાડેલા દરોડામાં મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવી હતી. વીજીલન્સે સ્થળ પરથી 1.88 લાખથી વધુની કિંમતની 1576 દારૂની હોટલો સાથે બે વાહનો, ચાર મોબાઈલ મળી 4.44 લાખથી ધુનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓ અનિલ સુરેશભાઈ રાઠોડ, પ્રશાંત ઉર્ફે રાજુ બંગાળી અને રાજુભાઈ જયરામભાઈ વાઘરીને ઝડપી પાડ્યા હતાં. તો ઝડપાયેલા અનિલ રાઠોડ અને પ્રશાંત ઉર્ફે રાજુ બંગાળી લિસ્ટેડ બુટલેગર છે. જ્યારે આ કેસમાં વિદેશી દારૂનો સપ્લાયર સંજયભાઈ બાબુભાઈ દેવીપૂજકને વોન્ટેડ જાહેર કરાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના દારૂના અડ્ડા પર સફળ દરોડાને લઈ બુટલેગરોમાં અને ખાસ કરીને ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *