તાપીના પહાડદા ગામ 15 વર્ષથી ગુજરાતના વિકાસથી વચિત
2012માં રસ્તાનું કામ શરૂ થયું હતું,આજદિન સુધી કરવામાં આવ્યું નથી
ગામમાં એમ્બ્યુલન્સ આવા માટે પણ રસ્તો નહીં !
તાપી જિલ્લા અને ડાંગ ની બોર્ડર પર આવેલ પહાડદા ગામ જે 15 વર્ષ થી ગુજરાત ના વિકાસ થી વચિત
તાપી જિલ્લામાં આવેલા બોર્ડર પરના પહાડદા ગામ જ્યાં પાછલા 10 -15 વર્ષ થી ભ્રષ્ટાચાર ચાલી આવેલ છે જ્યાં 2012 માં રસ્તા નું કામ કરવામાં આવેલ હતું જ્યાં આજદિન સુધી સમારકામ પણ કરવામાં આવ્યું નથી શું રસ્તા ની ગ્રાન્ટ નથી આવતી કે પછી કોઈક ના ખીસા માં જાઈ છે એ મોટો સવાલ છે કે પછી આ ગામ ના વાસીઓ મત આપે છે પરંતુ નેતા ઑ ને યાદ નથી આ ગામ છે કે પણ નહીં સુ છે આ પાછળ નું રહસ્ય ?.આ ગામમાં એમ્બ્યુલન્સ આવા માટે પણ રસ્તો આટલા ખરાબ છે કે એમ્બ્યુલન્સ પણ મેઇન રોડ પર ઊભી રહે અને ત્યાં દર્દીને લઈ જવા પડે છે બીજી બાજુ પીવાનુ પાણી ભરવા દૂર બોર પર જવા પડે છે કારણ એ કે ત્યાં કુવા કરવામાં તો આવ્યા છે પરંતુ લાઇન કરી જોડવામાં નથી આવ્યું ઘરે ઘરે નલ તો છે પણ તેમાં પાણી નથી આવતું સાથેજ મોટી વાત તો એ છે કે ગુજરાત સરકાર ભણાવવા માટે છોકરાઓને પ્રયત્ન શીલ છે ત્યાજ 1થી 8 ધોરણ માં માત્ર 4 શિક્ષક શિક્ષણ આપે છે આ કેટલું યોગ્ય આજ રીતે વિકાસ ની વાતો માત્ર ને માત્ર વાતો માંજ કરવામાં આવે છે જે ગામ માં વિધાર્થીઓ ને ભણાવવા પુરતા શિક્ષક ના હોય અને જે ગામ માં ટોયલેટ બનાવવા માં આવે છે પણ દરવાજા લગાવામાં આવતા નથી સ્લેબ પણ વાંકો થતા ppc કરી રીપેર કરવામાં આવ્યું હોય હવે હદ તો ત્યાં કે ટાંકી જ ના હોઈ તો પાણી ક્યાંથી આવે? કેવી રીતે વાપરે ટોયલેટ ? કોણ છે પહાડદા ગામ ના ભ્રષ્ટાચાર નો જવાબદાર? તાપી જિલ્લાના શિક્ષણ અધિકારી કે વિકાસ અધિકારી કે પછી સરપંચ કે પ્રશાસન? શું આવો છે વિકાસ શું આ છે આદિવાસી સમાજના ખેડૂતો નો ન્યાય તાપી માં ? કોણ કોણ છે જવાબદાર જાણીશું આગળ .