ગુજરાતમાં કોઈ ભેંસનો આટલા ઊંચા ભાવે થયેલો આ સૌપ્રથમ સોદો

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં કોઈ ભેંસનો આટલા ઊંચા ભાવે થયેલો આ સૌપ્રથમ સોદો
અસલ બન્ની નસલની ભેંસ અધધધ રૂૂ. 14.1 લાખ જેવી માતબર રકમ
ભેંસ દરરોજ 27 લિટર જેટલું દૂધ આપે છે,

ગુજરાત પશુપાલન ક્ષેત્રે એક નવા અધ્યાયનો ઉમેરો થયો છે. કચ્છના લખપત તાલુકાના સાનધ્રો ગામે એક અસલ બન્ની નસલની ભેંસ અધધધ રૂૂ. 14.1 લાખ જેવી માતબર રકમમાં વેચાયો છે, આખા ગુજરાતમાં કોઈ ભેંસનો આટલા ઊંચા ભાવે થયેલો આ સૌપ્રથમ સોદો છે.

ભેંસ માત્ર કિંમતમાં જ નહીં, પરંતુ ગુણવત્તામાં પણ અવ્વલ છે. કચ્છના લખપત તાલુકાના સાનધ્રો ગામે એક અસલ બન્ની નસલની ભેંસ અધધધ રૂૂ. 14.1 લાખ જેવી માતબર રકમમાં વેચાયો છે, આ ભેંસ દરરોજ 27 લિટર જેટલું દૂધ આપે છે, જે તેની ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા દર્શાવે છે. ભીનો કાળો રંગ, તંદુરસ્ત અને મજબૂત બાંધો તથા બન્ની નસલની ઓળખ સમા ચુડકંઢી શીંગડા તેને વધુ આકર્ષક બનાવે છે. આ ઐતિહાસિક સોદાના ખરીદનાર ભુજના સેરવા ગામના પ્રગતિશીલ માલધારી શેરુભાઈ ભલું છે. જ્યારે ભેંસનું વેચાણ કરનાર ગાજીભાઈનો પરિવાર છે, જેઓ પેઢીઓથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલમાં તેમની પાસે 80 જેટલી ભેંસો છે, જે દરરોજ સરેરાશ 300 લિટર દૂધનું ઉત્પાદન કરે છે. બન્ની નસલની ભેંસો ખાસ કરીને કચ્છના બન્ની વિસ્તારમાં જોવા મળે છે અને તે પોતાની ખૂબીઓ માટે પ્રખ્યાત છે. આ નસલની ભેંસો સ્વભાવે શાંત હોય છે.

ભેંસનું દૂધ ઉચ્ચ ગુણવત્તાવાળું અને પૌષ્ટિક હોય છે. તરણેતર જેવા પ્રસિદ્ધ લોકમેળાઓમાં યોજાતી પશુ સ્પર્ધાઓમાં બન્ની નસલની ભેંસો હંમેશા વિજેતા બનતી હોય છે. સામાન્ય રીતે કચ્છમાં ભેંસોના સોદા 5થી 7 લાખ રૂૂપિયા સુધી થતા હોય છે, પરંતુ આ 14.1 લાખના સોદાએ બન્ની નસલની ભેંસોનું સાચું મૂલ્ય અને મહત્વ સ્પષ્ટ કર્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *