માનહાનિ બદલ 10 દિવસમાં 10 કરોડ ચુકવવા નોટિસ

Featured Video Play Icon
Spread the love

માનહાનિ બદલ 10 દિવસમાં 10 કરોડ ચુકવવા નોટિસ
સ્ટિંગ ઓપરેશન મામલે લલિત વસોયાની ઇટાલિયાને નોટિસ,
આપ ધારાસભ્યએ કહ્યું મને કોઈ નોટિસ મળી નથી

 

17 જૂને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ સ્ટિંગ ઓપરેશન કરી વિસ્ફોટક દાવો કર્યો હતો કે કોંગ્રેસના લલિત વસોયા, લલિત કગથરા તથા પરેશ ધાનાણીએ મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો જે આક્ષેપો બાદ હવે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને માનહાનિ બદલ 10 કરોડ ચૂકવવા માટે નોટિસ પાઠવી છે.

ગત 17 જૂને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ વિસ્ફોટક દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના લલિત વસોયા, લલિત કગથરા તથા પરેશ ધાનાણીએ મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. લલિત વસોયાએ પોતાની કારમાંથી 2 લાખ રૂપિયા કાઢી આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકા સંગઠન મંત્રી હરદેવ વિકમાને આપ્યા અને મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતો વીડિયો બનાવવાનું કહ્યું હતું. આ આક્ષેપો બાદ હવે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને માનહાનિ બદલ 10 કરોડ ચૂકવવા માટે નોટિસ પાઠવી છે. આ અંગે લલિત વસોયાએ કહ્યું હતું કે વિસાવદરની પેટાચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયાએ સ્ટિંગ કરીને હોટલમાં આપના કાર્યકરને 2 લાખ રૂપિયા આપી ખરીદતા હોવાનો આક્ષેપ કર્યો હતો. લલિત વસોયાએ કહ્યું હતું કે મને અઠવાડિયામાં આ અંગેના પુરાવા આપી વાતચીત કરે, જો એવું નહીં કરે તો કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.

જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે નોટિસ વાંચું તો ખબર પડે ને, મને નોટિસ મળી નથી. જે નોટિસ ગોપાલ ઇટાલિયાને આપવાની છે એ ટીવીમાં આપી છે. તે લોકોનો ઇરાદો જુઓ. હું ચૂંટણી જીત્યો છું. ભાજપ અને કોંગ્રેસે પોતાની તમામ તાકાત લગાવી છતાં હું જીત્યો એટલે એ બે પાર્ટીને પેટમાં દુખે છે. આ સ્ટિંગ ઓપરેશન બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે “હરદેવભાઈ એ ઈમાનદાર ખેડૂત પરિવારથી આવે છે. જ્યારે તેમને રૂપિયાની ઓફર કરવામાં આવી ત્યારે તેમણે તરત જ પાર્ટી નેતાઓને જાણ કરી અને પછી સંપૂર્ણ રેકોર્ડિંગ કરીને સમગ્ર મામલો જાહેર કર્યો.

આમ આદમી પાર્ટીનો દાવો હતો કે વિસાવદરની શાયોના ગોલ્ડ હોટલ ખાતે સંગઠન મંત્રી હરદેવ વિકમાને મોબાઈલ ફોન દ્વારા બોલાવીને પહેલા કોલ કર્યો અને ત્યાર બાદ હોટલના રૂમમાં લઈ જઈને બે લાખ રૂપિયા આપ્યા હતા. સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ અને હોટલના સીસીટીવી ફૂટેજ પણ આપના હાથમાં હોવાનો દાવો ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *