સુરત કોર્ટમાં ચોંકાવનારી ઘટના બની
પોલીસ કસ્ટડી બાદ કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીનું મોત
પરિવારજનોના પોલીસ મારપીટના કારણે મોતનો ગંભીર આક્ષેપ
સુરત કોર્ટમાં ચોંકાવનારી ઘટના બની હતી જેમાં પોલીસ કસ્ટડી બાદ કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીનું કોર્ટરૂમમાં અચાનક ઢળી પડતા મોત થયું હતું. જેને લઈ યુવાનના પરિવારજનોએ પોલીસ મારપીટના કારણે મોત થયાનો ગંભીર આક્ષેપ કરતા લાશને પીએમ અર્થે ખસેડાઈ હતી.
સુરત સિવિલ કોર્ટમાં પોલીસ કસ્ટડીમાંથી લાવવામાં આવેલા નરેશ પરમાર નામના યુવકનું કોર્ટરૂમમાં અચાનક ઢળી પડતા મોત થયું હતું. ઘટનાથી કોર્ટ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મુજબ નરેશ પરમારને બે દિવસની પોલીસ કસ્ટડી બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન અચાનક તેની તબિયત બગડતા તે ઢળી પડ્યો હતો. તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટના બાદ પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે પોલીસ દ્વારા કરવામાં આવેલી મારપીટના કારણે નરેશનું મોત થયું છે. બીજી તરફ, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
