પાંડેસરા : વીજ બિલમાં 45 પૈસાનો વધારો,

Featured Video Play Icon
Spread the love

પાંડેસરા : વીજ બિલમાં 45 પૈસાનો વધારો,
યુનિટ દીઠ ભાવ વધારો સામે વીવર્સમાં રોષ,
પાંડેસરા ડીજીવીસીએલ ઓફિસે વિરોધ

ડીજીવીસીએલ કંપની દ્વારા યુનિટ દીઠ 45 પૈસાનો વધારો ઝીંકીદેતા વિવર્સોએ વિરોધ સાથે ડીજીવીસીએલની કચેરીએ હોબાળો મચાવ્યો હતો.

સુરતના પાંડેસરા ની ડીજીવીસીએલ કચેરીએ હોબાળો મચાવાયો હતો. યુનિટ દીઠ 45 પૈસાના વધારા સામે વિવર્સોમાં રોષ જોવા મળ્યો હતો. અને વગર નોટિસ વધારો કરતા હોબાળો કર્યો હતો. પાંડેસરા સ્થિત પ્રમુખ પાર્ક ના વીવર્સોએ કચેરીએ જઈ ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી હતી. તો અગાઉ ના બાકી બિલ ભરવા વિવર્સ તૈયાર છતાં યુનિટ દીઠ 45 પૈસાના ભાવ વધારો કરાયો છે. પ્રમુખ પાર્કમાં 1200 જેટલા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જ્યાં ઉધનાથી લઈ સચિન સુધી 40 હજારથી વધુ યુનિટની સંખ્યા હોય જેથી તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરાઈ છે. યુનિટ દીઠ 45 પૈસાનો વધારો વિવર્સને પોષાય તેમ નથી જેથી ભાવ વધારો પરત ખેંચવા અંગેનું નોટિફિકેશન બહાર પાડવાની માંગ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *