સુરત પાંડેસરા વિસ્તારમાં સરાજાહેર કેક કાપી ઉજવણી
ફટાકડા ફોડી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ
પોલીસે આરોપી શિવશંકરને ઝડપી પાડતા તેણે માફી માંગી
સુરત પાંડેસરા વિસ્તારમાં સરાજાહેર કેક કાપી ફટાકડા ફોડી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનારનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીને ઝડપી પાડતા તેણે માફી માંગી હવે આવુ નહી કરવા લોકોને પણ અપિલ કરી હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં શિવ શંકર નામના વ્યક્તિ દ્વારા જાહેર રસ્તા પર ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોને લઈને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા કારણ કે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિનની ઉજવણી કરવા પર પ્રતિબંધ મુકાયો હોય જેને લઈ વાયરલ વિડીયોની તપાસ કરી પાંડેસરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી જન્મદિનની જાહેરમાં ઉજવણી કરનાર આરોપી શિવશંકરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવતા તેણએ હવે આવુ નહી કરવા લોકોને પણ અપીલ કરી હતી.
