સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને ‘વિવર્સ મહામંથન-2026’નું આયોજન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને ‘વિવર્સ મહામંથન-2026’નું આયોજન
રેપિયર, પાવરલૂમ્સ અને કટીંગ ક્ષેત્રના વિવર્સ એક મંચ પર આવ્યા
ઉદ્યોગના પડકારો અને ઉકેલ અંગે મહત્વની ચર્ચા
ટેક્સટાઇલ ઉદ્યોગના ભવિષ્યને લઈને વિવર્સે કરી ચર્ચા

સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને વિવર્સ મહામંથન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેપિયર, પાવર લુમ્સ અને  કટીંગ ક્ષેત્રના વિવર્સ એક મંચ પર આવ્યા હતા. ઉદ્યોગના પડકારો અને તેના ઉકેલને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

સુરતમાં યોજાયેલા વિવર્સ મહામંથન 2026માં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના વિવર્સે ઉદ્યોગની સમસ્યાઓ અને તેના ઉકેલ અંગે ચર્ચા કરી હતી. જેમાં રેપિયર, પાવર લુમ્સ અને  કટીંગ ક્ષેત્રના વિવર્સ એક મંચ પર આવ્યા હતા. વિવર્સને સમયસર પેમેન્ટ મળે તે માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની માંગ સાથે પાર્ટી ડિફોલ્ટ સામે સુરક્ષિત સિસ્ટમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ટેક્સટાઇલ માર્કેટમાં પારદર્શિતા વધારવા રેફરન્સ સિસ્ટમ અમલમાં મૂકવા પર ભાર મૂકાયો હતો. સાથે જ યાર્નના ભાવમાં થતી અસ્થિરતા અંગે સરકાર સાથે સંવાદ કરવાની માંગ કરવામાં આવી હતી. વિવર્સ દ્વારા ઓવરપ્રોડક્શન ઘટાડવા અને આધુનિક ટેકનોલોજી અપનાવવા પર પણ ભાર મૂકાયો હતો. એક્સપોર્ટ ક્વોલિટી સુધારવા તેમજ ટેકનોલોજી માટે સરકાર તરફથી સહાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી પ્રક્રિયાઓ વધુ સરળ અને ઝડપી બને તે માટે સિન્ગલ વિન્ડો સિસ્ટમ ની માંગ પણ ઉઠાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *