સુરત : રામકથા રોડ પાસે આવેલ એપ્રિકોટ ડોમમાં મારા મારી
પ્રિ નવરાત્રીમાં મારા મારીની ઘટના બનતા ભાગદોડ મચી
સુરતના રામકથા રોડ પર આવેલ એપ્રિકોટ ડોમમાં પ્રિ નવરાત્રીના આયોજનાં મારામારી થતા ભાગદોડ મચી જવા પામી હતી.
સુરતમાં ગણેશોત્સવ પુર્ણ થતા જ હાલમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે સુરતના રામકથા રોડ પાસે આવેલ એપ્રિકોટ ડોમમાં મારા મારીની ઘટના બની હતી. એપ્રિકોટ ડોમમાં આયોજિત પ્રિ નવરાત્રીમાં મારા મારીની ઘટના બનતા ભાગદોડ મચી જવા પામી હતી. પ્રિન્સ ગ્રુપ દ્વારા યોજાયેલ ઈવેન્ટ માં કોઈ બાબતે થયેલા ઝઘડા બાદ મારામારી થઈ હતી જેને લઈ મુખ્ય કર્તાહર્તા સહિતના ટીમ મેમ્બરો ત્યાંથી ભાગી છુટ્યા હતાં.
