મહેસાણા ધનપુરા ગામમાં તસ્કરોએ 70 લાખથી વધુની ચોરી
ધંધાકીય અર્થે કલોલમાં રહેતા પટેલ પરિવારનું ઘરનું તાળું તૂટ્યું
શનિવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડ્યું
મહેસાણા તાલુકાના ધનપુરા ગામમાં શનિવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનનાં તાળાં તોડી, તિજોરીમાંથી 907.5 ગ્રામ સોનાના અને 970 ગ્રામ ચાંદીના દાગીના તેમજ ર2.10 લાખની રોકડ રકમ મળી 75.81 લાખની મત્તા ચોરી ગયા હતા.
રવિવારે સવારે પાડોશીએ મકાનની જાળી ખુલ્લી દેખતાં મકાન માલિકને જાણ કરી હતી. લાખોની ચોરીને પગલે ગામલોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. લાંઘણજ પોલીસે ચોરોનું પગેરું શોધવા પ્રયાસો હાથ ધર્યા છે. હાલ કલોલ ખાતે વિનાયક હાઇટ્સ ફ્લેટમાં રહેતા મહેસાણા તાલુકાના ધનપુરા ગામના જીગ્નેશકુમાર ભીખાભાઇ પટેલ તેમના બે ભાઇ ગૌતમભાઇ અને નરેન્દ્રભાઇ સાથે સંયુક્ત કુટુંબમાં આટાનો વેપાર કરે છે. ધનપુરા ગામમાં તમામ ભાઇઓની સંયુક્ત મિલક્ત છે. ચોરીન જાણ થતા જીગ્નેશભાઇ ભાઇઓ સાથે ધનપુરા દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતાં તસ્કરોએ બીજા રૂમમાં તિજોરી તોડી સામાન વેરવિખેર કર્યો હતો ઘરમાંથી ત્રણેય ભાઇઓના રૂ.72.60 લાખના 907.5 ગ્રામ સોનાના દાગીના તેમજ રૂ.1,11,550 ના 970 ગ્રામ ચાંદીના દાગીના અને રોકડ .2.10 લાખ મળી કુલ 75, 81, 550ની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી અંગે જીગ્નેશભાઇએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
